Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં બસ સ્ટેશનથી જીવીજે હાઈસ્કૂલ સુધી ડામર રોડ બનાવવાનું કામ શરૂ

ખાડાવાળા સીસી રોડ ઉપર ડામર રોડ

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયામાં બસ સ્ટેશનથી જી.વી.જે. હાઈસ્કૂલ રોડ જે અગાઉ સી.સી. રોડ બન્યો હતો, જેમાં ખાડા પડી ગયા હોય, આ રોડને ડામર રોડ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઘણાં લાંબા સમયથી બિસ્માર ખાડાયુક્ત આ રસ્તો ટકાઉ અને સારો બને તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે. તાજેતરમાં આવેદનપત્ર પણ આ અંગે અપાયું હતું. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા તેમની ટીમ દ્વારા માર્ગદર્શક યોગેશભાઈ મોટાણીને સાથે રાખીને જ્યાં નવા રસ્તા કરવાના થાય ત્યાં નવા, રીપેરીંગ તથા ખાડા પૂરવાના કાર્યો, ડામર રોડના કાર્યો હાથ ધરીને ખાડાનગર ખંભાળિયા કહેવાતા ખંભાળિયાને ખાડામુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh