Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તથા બેટ દ્વારકાના નિષ્ક્રિય જેવા ટ્રસ્ટોની મિલકતો ટાર્ગેટ પર!

બાંધકામો ખડકી કમાણી કરવા કેટલાક તત્ત્વો સજ્જઃ

ઓખા તા. ૧૮: ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુના નિર્માણ પછી દ્વારકા તથા બેટ દ્વારકામાં આવેલી કેટલાક ટ્રસ્ટની જમીન પર મિલકતો ખડકવા અને કમાણી કરી લેવાના કારસ્તાન રચાઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં સુદર્શન સેતુ નિર્માણ થતા બેટ દ્વારકામાં પ્રવાસનને વેગ મળવાની સાથે જ અહીંની બેકાર લાગતી જગ્યાઓનો ભાવ સડસડાટ ઉંચો જવાની સ્થિતિમાં ભૂ માફિયાઓ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા તત્પર થયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

બેટ દ્વારકામાં અને દ્વારકામાં અનેક ટ્રસ્ટ એવા છે જે હાલ નિષ્ક્રિય જેવી અવસ્થામાં છે ત્યારે આવા ટ્રસ્ટોની કિંમતી જમીનો પર દબાણ કરી કમાણી કરવાનું ચાલુ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દ્વારકામાં પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. બાંધકામની પરવાનગી મેળવવા કેટલાક વ્યક્તિઓ હરકતમાં આવ્યા છે ત્યારે સ્થાનિક તંત્રની પણ મિલીભગત હોવાની વાત પ્રકાશમાં આવી છે. ભૂમાફિયાઓ તંત્રનાં હોદ્દેદારો સાથે મસમોટા વ્યવહારો કરી ટ્રસ્ટોની મિલ્કતો પચાવી લેવાનો છાનો 'પરવાનો' મેળવી લેતા હોવાની બાબત પણ પ્રકાશમાં આવતા આ બાબતે ચેરીટી કમિશ્નર દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh