Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧પ૯ જર્જરિત ઈમારતોને તત્કાળ સેઈફ સ્ટેજે લઈ જવા તાકીદ

સાત ઈમારત તો અતિ જર્જરિત છે!

જામનગર તા. ૧૮: જામનગરમાં ભયજનક અને જર્જરિત ઈમાતનો સર્વે કરાવવામાં આવ્યો છે. જેમાં કુલ ૧પ૯ મિલકતો જર્જરિત ગણાઈ છે. તેને સેઈફ સ્ટેઈજે લઈ જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષ ચોમાસા પહેલા જર્જરિત ઈમારતોનો સર્વે કરવામાં આવે છે. જેથી જર્જરિત ઈમારતોને શોધી કાઢી જો તેની મરામત કરાવી લેવામાં આવે તો અકસ્માત કે જાનહાની નિવાળી શકાય.

જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરમાં જર્જરિત ઈમારતનો સર્વે કરાવવામાં આવ્યો હતો. ગત્ વર્ષે ૧૬૪ ઈમારતો જર્જરિત હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જેમાંથી ૩૦ ઈમારતની મરામત કરાવી લેવામાં આવી હતી. આથી ૧૬૪ ઈમારત બાકી રહેવા પામી હતી, જયારે આ વર્ષે નવી રપ ઈમારતો જર્જરિત હોવાનું રિપોર્ટમાં જણાતા કુલ ૧પ૯ જર્જરિત ઈમારતો છે. જેની મરામતની જરૂર છે. તેમાંથી સાત ઈમારતો તો અતિ જર્જરિત છે. જે ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના છે.

આથી મહાનગરપાલિકાની ટી.પી.ઓ. શાખા દ્વારા તમામ ૧પ૯ ઈમારતના વપરાશકર્તાઓને પોતાની ઈમારતનો જર્જરિત હિસ્સો સેઈફ સ્ટેઈજે લઈ જવા, મરામત કરાવી લેવા નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે અને સ્ટ્રક્ચર એન્જિનિયરનું સર્ટિ. મહાનગરપાલિકામાં જમા કરાવી દેવાનું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh