Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના માછીમારો માટે માછીમારી અંગે પ્રતિબંધાત્મક હુકમ કરાયો

આગામી તા. ૧-જૂનથી તા. ૩૧-જુલાઈ દરમિયાન

જામનગર તા. ૧૮: જામનગર જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસોસિએશનના હોદ્દેદારો, માછીમાર આગેવાનો, બોટ માલિકો અને તમામ માછીમારો માટે મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કૃષિ , પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય, દિલ્હીના હુકમ મુજબ પ્રાદેશિક જળ વિસ્તારની બહાર એક્સલ્યુઝિવ ઈકોનોમિક ઝોનમાં ફિશીંગ બેન જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-ર૦૦૩ માં ઉક્ત આધારમાં જણાવ્યા અનુસાર, આ જાહેરનામાથી ફિશીંગ બેન સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ વડી કચેરી, ગાંધીનગરના પરિપત્ર અનુસાર રાજયના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧-૬-ર૦ર૪ થી તા. ૩૧-૭-ર૦ર૪ દરમિયાન યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના અનુસંધાને જામનગર જિલ્લામંં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧-૬-ર૦ર૪ થી તા. ૩૧-૭-ર૦ર૪ દરમિયાન યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમ નોન મોટરરાઈઝડ ક્રાફટ એટલે કે, લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી અને પગડીયા માછીમારોને લાગુ પડશે નહીં.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩ ની કલમ ૬/૧ (ર) ના ભંગ બદલ કલમ-ર૧/૧ (ચ) મુજબ દંડને પાત્ર બનશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh