Advertisement
Author: નોબત સમાચાર

અજમેર જવાનું કહીને નીકળ્યા પછી જામનગરના પ્રૌઢ બની ગયા લાપત્તા

પુત્રએ પોલીસને જાણ કરીઃ

જામનગર તા. ૧૮: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક પ્રૌૈઢ પોતાના ઘરેથી દસેક દિવસ પહેલાં અજમેર જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની જતાં તેમના પુત્રએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ઈચ્છેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ઈશાકભાઈ યાકુબભાઈ ઓબ નામના માજોઠી પ્રૌઢ ગઈ તા.૭ની રાત્રે પોતાના ઘરેથી અજમેર જવાનું કહીને નીકળ્યા હતા. તે પછી ગઈકાલ સુધી ઈશાકભાઈ ઘેર પરત નહીં આવતા તેમના પુત્ર અસગરે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. ગુમ થનાર પ્રૌઢ પાતળો બાંધો, સાડા પાંચેક ફૂટની ઉંચાઈ અને ગૌરવર્ણ ધરાવે છે. છેલ્લે તેઓએ કાળા રંગનો લેંઘો અને બ્લુ ટી-શર્ટ ધારણ કરેલુ હતું. આ વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh