Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વીજ સ્માર્ટ મીટર સામે વિરોધ

જામનગર જિલ્લામાં જનાક્રોશ પછી હવે

ખંભાળીયા તા. ૧૮: પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા રાજ્યમાં ગ્રાહકોને હાલના જુના વીજ મીટરો બદલીને સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેમાં એડવાન્સમાં મોબાઈલની જેમ રિચાર્જ કરવું પડે છે. પણ તાજેતરમાં જામનગરમાં મીટર નખાતા વિરોધ શરૂ થયો છે ત્યારે દ્વારકા જિલ્લામાં નખાયા પહેલાં જ સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે.

એમ કહેવાય છે કે સ્માર્ટ મીટરમાં જુના મીટર કરતા વધુ બીલ આવે છે તે સંદર્ભમાં જ્યારે નવા સ્માર્ટ મીટરનું ઈન્સ્ટોલેશન થાય ત્યારે જુના શુલ્કદરો સેટ ના થતાં આમ થતું હોય, જામનગરની જેમ વડોદરા તથા રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો પ્રયોગ સામે વિરોધ થયો હતો. ત્યારે ડીફેક્ટીવ મીટર અંગે ફરિયાદ કરીને ખોટી રીતે વધુ આવતા બીલ અંગે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં પણ ફરિયાદ થતાં સ્માર્ટ મીટરનો પ્રયોગ વિરોધાત્મક બને તો નવાઈ નહીં!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh