Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદર-મુંબઈ વચ્ચે દોડતી
રાજકોટ તા. ૧૮: પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમય અને ટર્મિનલમાં ફેરફાર થયો છે.
પોરબંદર યાર્ડ પીટલાઈન બ્લોકની પૂર્ણાહુતિને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ અને ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ઉદ્ભવતા-ટર્મિનેટીંગ સ્ટેશનને મુંબઈ સેન્ટ્રલના બદલે દાદર સ્ટેશન કરવામાં આવી રહ્યું છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી ટર્મિનલને અસ્થાયી રૂપે મુંબઈ સેન્ટ્રલથી દાદર ખસેડવામાં આવી રહ્યું છે. ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ પરિવર્તન કરવામાં આવ્યો છે.
તદ્નુસાર ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દાદરમાં ૧૯:૨૦ કલાકે ટર્મિનેટ એટલે કે સમાપ્ત થશે. આ ફેરફાર ૨૦ મે ૨૦૨૪ થી લાગુ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેવી જ રીતે ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-સોરાષ્ટ્ર એક્સપ્રેસ દાદરથી ૯:૩૦ કલાકે ઉપડશે. આ ફેરફાર ૨૨ મે ૨૦૨૪થી લાગુ થશે. અન્ય સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial