Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતના ત્રણ શખ્સે ધ્રોલના મહિલાને છેતર્યાઃ
જામનગર તા. ૧૮: ધ્રોલના એક મહિલાએ પોતાના દૂરના મામાના પુત્રના કહેવાથી પાંચેક મહિના પહેલા રૂા.૬ લાખનું રોકાણ કર્યા પછી વળતર ન અપાતા છેતરપિંડીની ફરિયાદ કરી છે. સુરતના આ શખ્સે દર મહિને નવ લાખ ઉપરાંત અને પાંચ વર્ષે પાંચ કરોડ વળતરપેટે મળશે તેવી મધલાળ બતાવી પોતાના બે સાગરિત સાથે છેતરપિંડી કર્યાનો પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ધ્રોલ શહેરની વાળંદ શેરીમાં રહેતા હેતલબેન લવકુમાર વૈષ્ણવ નામના બાવાજી મહિલાને પાંચેક મહિના પહેલાં સુરતના સરથાણા પાસે શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને હેતલબેનને દુરના મામાના દીકરા ઉપેન્દ્ર ધીરજભાઈ નિરંજનીએ રોકાણ સામે તગડુ વળતર મળી શકે તેવી વાત કરી હતી. જેમાં ઉપેન્દ્રએ રૂા.૬ લાખ રોકવાથી પાંચવર્ષમાં રૂા.૫ કરોડ મળશે તેમ જણાવ્યું હતું.
ઉપરોક્ત વાતોમાં આવી ગયેલા હેતલબેનને મામાના દીકરા ઉપેન્દ્રએ સુરતના જ રાકેશ ચુનીલાલ પટેલ અને નિશાંત પ્રજાપતિ સાથે મેળાપ કરાવી એક કંપનીમાં રોકાણ કરવાથી છ લાખની સામે દર મહિને સવા નવ લાખ અને પાંચ વર્ષમાં પાંચ કરોડ મળશે તેમ કહેતા હેતલબેને ગયા બારમા મહિનામાં રૂા.૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારપછી એકપણ વખત વળતર ન અપાતા હેતલબેનને શંકા ઉપજી હતી અને તે અંગે વાતચીત કરાતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાયું હતું.
આ બાબતની ગઈકાલે હેતલબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ ઉપેન્દ્ર નિરંજની, રાકેશ પટેલ, નિશાંત પ્રજાપતિ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ રૂા.૬ લાખ વિશ્વાસઘાત-છેતરપિંડીથી મેળવી લીધાનું જણાવ્યું છે. પીએસઆઈ પી.જી. પનારાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial