Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર, રાજ્ય અને દેશનું ગૌરવઃ
જામનગર તા. ૧૮: તાજેતરમાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાયેલી કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનની નેશનલ ટુર્નામેન્ટમાં જામનગરની પ્રખ્યાત લાયન્સ કરાટે કલબની જીલ મકવાણાએ ગુજરાત તરફથી રમીને ફાઈનલમાં ઉત્તરપ્રદેશને ૫-૦થી પરાજીત કરીને ઈન્ટરનેશનલ સ્પર્ધામાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
જીલ મકવાણા જે એમ.એસ. સ્કૂલમાં અભ્યાસ સાથે કરાટેમાં ૪૨ કિ.ગ્રા. વજન કેટેગરીમાં ભારતની એકમાત્ર જે કરાટેમાં ૩ અલગ અલગ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ સાથે આવતા વર્ષે થનારી વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં પણ જીલે પોતાનું સ્થાન મેળવ્યું છે, જે જામનગર તથા ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરો સાથે અંકિત થયું છે. જેનો શ્રેય તેમના પિતા અને કોચ સિંહાન નિતેશ મકવાણા અને ગુજરાત કરાટે એસો.ના પ્રમુખ, કરાટે ઓર્ગેનાઈઝેશનના ઉપપ્રમુખ હાંસી કલ્પેશભાઈ મકવાણાને જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial