Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દિ'સુધી ચાર રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી
નવી દિલ્હી તા.૧૮: ઉત્તર-પશ્ચિમ ભારતમાં અગનવર્ષા થઈ રહી છે અને દિલ્હીમાં પારો ૪૭ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. તા. ૧૮ થી ૨૧ મે દરમ્યાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં ભીષણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. કેટલાક શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર થઈ ગયું છે.
સરકાર પણ ગરમીથી બચવા જરૂરી તમામ ઉપાયો કરવાની લોકોને અપીલ કરી રહી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં હવામાન વિભાગની આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધી શકે છે.
આજે દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્હીના નજફગઢમાં ૪૭.૪ ડિગ્રી સેલ્શિયસ નોંધાવવામાં આવ્યું હતું. રાજસ્થાનના ૧૯, હરિયાણાના ૧૮, દિલ્હીના ૮ અને પંજાબમાં બે સ્થળોએ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતંુ.
અમેરિકા સ્થિત ક્લાયમેટ વિજ્ઞાનીઓના જૂથ ક્લાયમેટ સેન્ટ્રલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમ્યાન ભારતના ૫૪.૩ કરોડ લોકોને એક દિવસ માટે તીવ્ર ગરમીનો અનુભવ કરવો પડશે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રુપના વિજ્ઞાનીઓએ જણાવ્યું છેકે, ક્લાયમેટ ચેન્જને કારણે પડી રહેલ હીટવેવને કારણે સમગ્ર એશિયામાં વસતા ગરીબોનું જીવન વધુ મુશ્કેલ બની રહ્યું છે.
નજફગઢ પછી દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના સિરસામાં ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આ અગાઉ ૩૦ એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ ૧૮ થી ૨૧ મે દરમ્યાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડશે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જેને પગલે બાળકો, વૃદ્ધો અને બીમારોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial