Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેક દિવસથી છાતીમાં દુખતું હતું:
જામનગર તા. ૧૮: જામનગરના વધુ એક યુવાનને હૃદયમાં થતો દુખાવો ભરખી ગયો છે. શંકરટેકરી પાસે નહેરૂ નગરમાં રહેતા એક યુવાન ગયા બુધવારે રાત્રે છાતીમાં દુખાવો થયા પછી મૃત્યુ પામ્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નહેરૂનગરમાં રહેતા તુલસીભાઈ રમેશભાઈ ચૌહાણ નામના ત્રીસ વર્ષના યુવાન છેલ્લા પાંચેક દિવસથી છાતીમાં દુખતું હોવાનું કહેતા હતા. તેઓએ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી.
તે દરમિયાન ગયા બુધવારે રાત્રે આ યુવાનને ફરીથી છાતીમાં દુખાવો થવા લાગતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પ્રિયાબેન તુલસીભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial