Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેજરીવાલના ઘરમાં મહિલા સાંસદની મારપીટનો મામલોઃ
નવી દિલ્હી તા. ૧૮: દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને 'આપ'ના મહિલા સાંસદ સ્વાતી માલીવાલની મારપીટના મામલે મેડિકલ રિપોર્ટમાં ઈજાની પુષ્ટિ થઈ હોવાના અહેવાલો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના પૂર્વ મહિલા આયોગ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મારપીટનો મામલો જોર પકડી રહ્યો છે. આ કેસમાં સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે માલીવાલના ચહેરા પર ઈજાઓ હતી, ડાબા પગ પર વાગ્યાના નિશાન છે, જો કે આ અહેવાલોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સ્વાતિ માલીવાલની ત્રણ કલાક સુધી મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જેમાં તેમનો એક્સ-રે અને સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાતિ માલીવાલને ચહેરા પર આંતરિક ઈજાઓ થઈ હોવાની પુષ્ટિ થઈ છે. ૧૩ મે ના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે સ્વાતિ માલીવાલ પર કથિત હુમલો થયો હતો. સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારે પણ હુમલો કર્યો હતો.
દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. એમએલસીમાં તેની આંખો, ચહેરા અને પગ પર ઈજાઓની પુષ્ટિ થઈ છે. સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે તેને ડાબા પગમાં ઈજા થઈ છે. જમણી આંખ નીચે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતાં. મેડિકલ રિપોર્ટ અનુસાર માલીવાલના શરીર પર ચાર જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતાં, જ્યારે તે મેડિકલ સારવાર માટે હોસ્પિટલ પહોંચી તો માલીવાલે જણાવ્યું કે તેને માથામાં પણ ઈજા થઈ હતી, તેમ સૂત્રો ઉમેરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial