Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં વીજધાંધિયાથી કંટાળેલા ગ્રામજનોએ સબસ્ટેશનને કર્યો ઘેરાવ

દસ દિ'માં સમસ્યા નહીં ઉકેલાય તો ફરી આંદોલનઃ

ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત વીજ ધાંધિયા તથા વીજ પુરવઠો વારંવાર ખોરવાતા તથા લાંબા સમય સુધી ફોલ્ટ દૂર ના થવા વારંવાર વીજકાપ, વીજ વાયરો તૂટવા ફોલ્ટ થવા વિગેરે મુદ્દાઓથી ખેડૂતોના ખેતરના પાક, પશુઓ તથા લોકોને પીવાના પાણી તથા ગરમીમાં વીજળી ના હોય પરેશાની થતી હોય, ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે લોકોના ટોળા એકઠા થયા હતાં. ગામ પાસે આવેલા સબ સ્ટેશનનો ઘેરાવ કરતા પોલીસ દોડી હતી તથા મોટી સંખ્યામાં પોલીસ દ્વારા બંદોબસ્ત રાખીને લોકોને આગળ વધતા અટકાવાયા હતાં.

દસ દિવસમાં યોગ્ય નહીં થાય તો આંદોલન

સતત વીજફોલ્ટ, વીજ પ્રશ્નોથી થાકેલા ખેડૂતો, ગ્રામજનો થા આમ જનતા દ્વારા વીજ પ્રશ્ને ઘેરાવ કરતા પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓ પણ લાલપરડા ગામે દોડી આવ્યા હતાં. તેમણે લોકોને દસ દિવસમાં આ સમસ્યા હલ થઈ જશે તેમ ખાતરી આપતા લોકો શાંત થયા હતાં. જો દસ દિવસમાં આ પ્રશ્ન નહીં ઉકેલાય તો ફરી લડત શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh