Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરકામ પ્રશ્ને ત્રાસથી કંટાળી મહિલાએ ટીકડા ગળ્યાઃ
જામનગર તા. ૧૮: જામનગરના એક પરિણીતાએ ઘરકામ બાબતે પતિ, સાસુ, સસરાના ત્રાસથી કંટાળી ઝેરી ગોળી પી લીધી હતી. પોલીસે તેણીની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. જ્યારે જામનગરના અન્ય એક યુવતીના વડોદરામાં રહેતા પતિએ ધંધામાં નુકસાન થતાં પૈસાની માગણી કરી ત્રાસ આપ્યાની અને તેમાં સાસુ, જેઠ તથા પતિના ભાગીદારે પણ ભાગ ભજવ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં પાઠકફળીમાં રહેતા પરેશભાઈ વોરા સાથે જાનકીબેનના લગ્ન થયા પછી આ પરિણીતાને ઘરકામ બાબતે અવારનવાર પતિ તેમજ સસરા નવીનભાઈ વોરા, સાસુ હર્ષિદાબેન વોરા ત્રાસ આપતા હોવાથી આ મહિલાએ ઝેરી ગોળી પી લીધી હતી.
તેની જાણ થતાં પતિએ માર માર્યાે હતો અને સાસુ, સસરાએ ગાળો ભાંડી હતી. જ્યારે પતિએ મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાનકીબેને ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્કમાં રહેતા ચાંદનીબેન પ્રદીપભાઈ સોલંકીના લગ્ન વર્ષ ૨૦૧૧માં વડોદરામાં રહેતા રાજેન ભરતભાઈ પરમાર સાથે થયા પછી આ પરિણીતાને પતિ રાજેન, સાસુ અરૂણાબેન, પતિના ભાગીદાર રચના ઠાકુર અને જામનગરના મયુર પાર્કમાં રહેતા જેઠ હિરલભાઈ પરમારે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા હાલમાં પિયર પરત ફરેલા ચાંદનીબેને ગઈકાલે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને ધંધામાં નુકસાન થતાં પૈસાની માગણી કરી ત્રાસ અપાયાનું ફરિયાદમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial