Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ ગામોના લોકોને સાવચેત કરાયાઃ
જામનગર તા. ૧૮: જામનગર જિલ્લાના ઊંડ-૧ ડેમમાંથી તા. ર૦ ના પાણી છોડવામાં આવનાર છે. આથી જામનગર, ધ્રોળ અને જોડિયાના ૧પ ગામના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેના ઊંડ-૧ ડેમમાંથી તા. ર૦-પ-ર૦ર૪ ના ૬૦ મી. ઘનફૂટ પાણી નદીમાં છોડવામાં આવનાર છે.
આથી જામનગર તાલુકાના તમાચણ, રોજીયા, રવાણી, ખીજડિયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસર, ધ્રોળ તાલુકાના વિરાણી ખીજડિયા, જાલિયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુ વડલા, માવાપર અને વાંકિયા અને જોડિયા તાલુકાના લખતર ગામ મળી કુલ ૧પ ગામના લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા માલ-મિલકત, ઢોર-ઢાંખર, નદીના પટમાં અવરજવર નહીં કરવા દેવા-રાખવા સૂચના આપવામાં આવી છે. તેમ જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial