Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયાઃ ઘાયલો હોસ્પિટલમાં
નુહ તા. ૧૮: ગઈ રાત્રે હરિયાણાના નુહ પાસે કુંડલી માનેસર પલવલ હાઈ-વે પર એક યાત્રિકબસ સળગી ઊઠતા ૧૦ લોકો જીવતા ભૂંજાયા છે અને અનેક ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હરિયાણામાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં શુક્રવારે રાત્રે શ્રદ્ધાળુને લઈ જતી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા ૧૦ લોકો જીવતા સળગી ગયા હતાં. આ સાથે જ બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
બસમાં અચાનક આગની જવાળાઓ જોઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે આ બનાવ અંગે પોલીીસને પણ જાણ કરવામાં આવી હતી. તે પછી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ભારે જહેમત ઊઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
હરિયાણાથી મળતા અહેવાલો મુજબ હરિયાણાના નુહ જિલ્લાના તાવડુ સબ-ડિવિઝનની સરહદમાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર શુક્રવાર-શનિવારની રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં શ્રદ્ધાળુને લઈ જતી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો જીવતા સળગી ગયા હતાં, જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતાં.
અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતાં. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
બસમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોએ જણાવ્યું કે, શુક્રવારે તેઓ પ્રવાસી બસ ભાડે કરીને બનારસ અને મથુરા વૃંદાવન દર્શન માટે રવાના થયા હતાં. બસમાં ૬૦ લોકો સવાર હતાં. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. તે બધા નજીકના સગા જ હતાં. જેઓ પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતાં.
દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજનારિયા પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જેમણે ઘટનાની માહિતી લીધી હતી. આ સિવાય તાવડુના એસડીએમ સંજીવ કુમાર, તવડુ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર કુમાર અને ડીએસપી વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ દરમિયાન માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયો હતો. ભારે જહેમત પછી પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ મૃતકોની ઓળખ થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial