Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂપત આંબરડી પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મૃત્યુઃ ખંંુટીયો આડો ઉતરતા બાઈકને અકસ્માતઃ
જામનગર તા. ૧૮: જામજોધપુરના ભૂપત આંબરડી ગામ પાસે ગઈકાલે એક યુવાનનું બાઈક કોઈ રીતે સ્લીપ થતાં માથામાં ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુરના ગાગડી ગામ પાસે એક અજાણી મોટરે રોડ ક્રોસ કરતી બાળકીને હડફેટે લેતાં ગંભીર ઈજા પામેલી બાળકી પર કાળનો પંજો પડ્યો છે. ધ્રોલના લતીપર પાસે રોડ પર ખુંટીયો આવી જતાં તેની સાથે અકસ્માત નિવારવા જતાં બાઈકચાલકે બ્રેક મારતા પાછળ આવતી મોટરે બાઈક ચાલકને ઠોકર મારી ફંગોળ્યા છે. ભાણવડના ગુંદલા ગામ પાસે એક મોટરને પાછળથી ટ્રકે ઠોકર મારતા મહિલાને ઈજા થઈ છે. પોલીસે ચારેય અકસ્માત અંંગે તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના ગિરીરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.ર૦) નામના યુવાન ગઈકાલે બપોરે જીજે-૭-બીએફ ૩૮૯૨ નંબરના મોટર સાયકલમાં પોતાના ગામથી શેઠવડાળા ગયા હતા.
ત્યાંથી કામ પૂર્ણ કર્યા પછી પરત આવતી વખતે માર્ગમાં એક ખેતર પાસે તેઓનું મોટર સાયકલ સ્લીપ થયું હતું. નજીકમાં આવેલા ખાંભા સાથે ગિરીરાજસિંહનું માથું અથડાઈ જતાં આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પિતા ઘનશ્યામસિંહ રામભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામની સીમમાં રાજુભાઈ ચેતરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વનોરપુર ગામના વતની રોશનભાઈ આશુલાલ ભીલની દસ વર્ષની પુત્રી પૂનમ ગઈકાલે બપોરે ગાંગડી ગામના પાટિયા પાસે એક દુકાનમાં દૂધની થેલી લેવા ગઈ હતી. રોડ ક્રોસ કરતી વખતે આ બાળકીને દ્વારકા તરફથી પુરપાટ ધસી આવેલી એક અજાણી મોટરે ઠોકર મારી ફંગોળી દીધી હતી. રોડ પર પછડાયેલી આ બાળકીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં લઈ જવાયેલી બાળકીનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ધ્રોલ તાલુકાના લતીપર પાસે ગોકુલપરમાં રહેતા રમેશભાઈ તેજાભાઈ તાલપરા નામના પ્રૌઢના ભાઈ ગઈ તા.૧ની સવારે ટંકારા તરફના ધોરીમાર્ગ પર જીજે-૧૦-બીપી ૩૯૫૫ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે અચાનક જ એક ખુંટીયો રોડ પર આવતા તેની સાથે અથડાઈ ન પડાય તે માટે બ્રેક મારવામાં આવતા પાછળથી જીજે-૩૬-એજે ૯૬૬૬ નંબરની મોટર ટકરાઈ પડી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ પ્રૌઢને દવાખાને ખસેડવામાં આવ્યા છે. રમેશભાઈએ મોટરચાલક સામે ફરિયાદ કરી છે.
ભાણવડ તાલુકાના ગુંદલા ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઈ અરશીભાઈ જોગલ તથા તેમના પત્ની વાલીબેન જીજે-૩૬-બી ૯૧૧૮ નંબરની મોટરમાં ગુરૂવારે ગુંદલા ગામના પાટિયા પાસેથી જતા હતા ત્યારે પાછળથી ધસી આવેલા એક જીજે-૧૧-ઝેડ ૧૧૧૧ નંબરના ટ્રકે ઠોકર મારતા વાલીબેનને ઈજા થઈ છે અને મોટરમાં નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial