Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુમલાખોરોએ ત્રણ મોબાઈલ તોડી નાખ્યાની રાવઃ
જામનગર તા. ૧૮: જોડિયાના ભાદરા ગામના સીમ વિસ્તારમાં આવેલી ઉંડ નદી પાસે રેતીની લીઝની જગ્યાએ જઈ ગુરૂવારે એક યુવાન ફોટા પાડતો હતો અને વીડિયો ઉતારતો હતો. આ વેળાએ ત્યાં ધસી આવેલા લીઝધારકના પુત્ર સહિત પાંચ શખ્સે છરી, ધોકા, પાઈપથી હુમલો કરી આ યુવાનના ત્રણ મોબાઈલ તોડી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જોડિયા તાલુકાના ભાદરા ગામની સીમમાં આવેલી ઉંડ નદીના વિસ્તારમાંથી રેતી ઉપાડવાનો રમીલાબેન નામના મહિલાનો કોન્ટ્રાક્ટ ચાલે છે. તે વિસ્તારમાં ગુરૂવારે ધ્રોલ તાલુકાના માવાપર ગામના ગોકળભાઈ વાહણભાઈ વરૂ નામના ભરવાડ યુવાન પહોંચ્યા હતા. લીઝના તે સ્થળે ચેકીંગ માટે ખાણ ખનીજ ખાતાની ફલાઈંગ સ્કવોડ આવવાની હતી. તે પહેલાં આ સ્થળે ગોકળભાઈએ ફોટા પાડવાનું તથા વીડિયોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું.
આ વેળાએ ત્યાં ધસી આવેલા લીઝ હોલ્ડરના પુત્ર ગફાર યોગેશ ગોઠી, જીગો ઘેટીયા, હિટાચી મશીન ચલાવતા એક શખ્સ તથા ત્રીસેક વર્ષના અજાણ્યા શખ્સે ફોટા, વીડિયો કેમ ઉતારો છો તેમ પૂછ્યા પછી ગાળો ભાંડી હુમલો કર્યાે હતો.
હુમલાખોરમાંથી યોગેશે તથા જીગાએ છરીથી હુમલો કર્યાે હતો. રમીલાબેનના પુત્રએ ધોકો તથા મશીનવાળા શખ્સે પાઈપ ફટકાર્યાે હતો. અજાણ્યા શખ્સે પણ ધોકાથી હુમલો કર્યાે હતો. આ શખ્સોએ ગોકળભાઈના રૂા.૩ લાખ ૬૦ હજારના ત્રણ મોબાઈલ તોડી નાખ્યા હતા. સારવારમાં ખસેડાયેલા ગોકળભાઈએ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૪૨૭, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial