Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય કેબિનેટે નેશનલ ક્રિટીકલ મિનરલ મિશનને આપી મંજૂરી

સરકાર ૧૬૩૦૦ કરોડ અને જાહેર સાહસો ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હી તા. ૧: કેન્દ્રીય કેબિનેટે અતિ મહત્ત્વનું ખનિજ તથા ધાતુઓ શોધવા માટે નેશનલ ક્રિટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય કેબિનેટે ક્રિટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી છે, અને આ માટે કેન્દ્ર સરકારે રૂ. ૧૬૩૦૦ કરોડની સીધી ફાળવણી કરી છે, તે ઉપરાંત વિવિધ જાહેર સાહસો દ્વારા પણ આ મિશનમાં રૂ. ૧૮૦૦૦ કરોડનું મૂડી રોકાણ કરશે.

આ અભિયાન હેઠળ સરકાર ખૂબ જ મહત્ત્વની ધાતુઓની આયાત ઘટાડવા માંગે છે. આ પૈકીની ઘણી ધાતુઓ જેવી કે, ઈન્ડિપેનની નીબમાં વપરાતું ઈરીડીયમ, સાયકલના હેન્ડલ વગેરેમાં લગાડાતું નિકલ તથા સિક્કાઓમાં ઉપયોગમાં લેવાતું નિકલ, ઈલેક્ટ્રીક વાહનો તથા રિન્યુએબલ એનર્જી સંગ્રહ માટે ઉપયોગી લિથિયમ, બેટરીના ઉત્પાદન અને હાઈટેક એપ્લિકેશન્સમાં ઉપયોગી કોબાલ્ટ, સ્ટેનશીલ સ્ટીલ તથા બેટરીના ઉત્પાદનમાં વપરાતું નિકલ, બેટરીઝ અને લ્યુબ્રિકન્ટસમાં વપરાતું ગ્રેફાઈટ, ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ડિફેન્સ ટેકનોલોજીમાં ઉપયોગી રેર - અર્થર્સો એટલે કે, યુ-ર૩પ (યુરેનિયમ-ર૩પ/, યુ-ર૩૮ અને પ્લુટોનિયમ-ર૪૦ ની ઉપ્લબ્ધિમાં આત્મનિર્ભર બનાવવાનો આ મિશનનો મૂળ ઉદૃેશ્ય જણાવાયો છે.

આ મિશન હેઠળ મિનરલ પ્રોસેસીંગ પાર્કસ અને ક્રિટીકલ મિનરલ્સના રિસાઈક્લીંગ પ્રોસેસ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે સેન્ટર ફોર ક્રિટીકલ મિનરલ્સ તથા સંલગ્ન ટેકનોલોજીસ પર રિસર્ચ માટે ઠેરઠેર સંશોધન કેન્દ્રો ઊભા કરશે, જેની ફાળવણી ગત્ નાણાકીય વર્ષના બજેટમાંથી થશે, તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh