Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા તા. ૩ થી પ ફેબ્રુ. દરમિયાન
દ્વારકા તા. ૧: દ્વારકામાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા ત્રણ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થયું છે. તેમજ તા. ૩-ર ના સર્વ સાધુસમાજ, તા. ૪-ર ના સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ તથા તા. પ-ર ના વણકર સમાજના સમૂહ લગ્ન યોજાશે.
દ્વારકા પંથકના ભામાશા ગણાતા વિરમભા આશાભા માણેક પરિવારના ઉપક્રમે ધારાસભ્ય અને ઓલ ઈન્ડિયા ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ પબુભા માણેક દ્વારા આગામી ૩, ૪ અને પ ફેબ્રુઆરીએ ત્રણ વિવિધ સમાજોના સમૂહ લગ્નોત્સવનું આયોજન દ્વારકા-નાગેશ્વર રોડ ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા-ગૌશાળાના પરિસરમાં કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૩-ર-ર૦રપ ના સર્વ સાધુ સમાજના ૮ મા સમૂહલગ્ન યોજાશે. તા. ૪-ર-ર૦રપ ના સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના ર૪ મા સમૂહલગ્ન યોજાશે. જ્યારે તા. પ-ર-ર૦રપ ના વણકર સમાજના સાતમા સમૂહલગ્ન યોજાશે.
તા. ૪ ફેબ્રુઆરીએ યોજાનાર સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહલગ્ન પ્રસંગે મુખ્ય અતિથિ પદે સંસદસભ્ય પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય યજમાનપદે ઓખાના માંડણભા વિરમભા માણેક રહેશે. આ ઉપરાંત દ્વારકાના સંતો-મહંતો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
સર્વે સાધુ સમાજના સમૂહલગ્નમાં ૧૦ યુગલો, સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહલગ્નમાં ૯૬ યુગલો તથા વણકર સમાજના સમૂહલગ્નમાં ૧૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial