Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પરિમલ નથવાણી અને પ ફેબ્રુઆરીએ ધનરાજ નથવાણીનો જન્મદિન
દ્વારકા તા. ૧: આજરોજ રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી તથા આગામી પાંચમી ફેબ્રુઆરીએ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીનો જન્મદિન છે.
જેના કણકણમાં દ્વારકાધીશનો વસવાટ છે તેવા પરિમલ નથવાણી અને ધનરાજ નથવાણીનો પરિચય આપવાનો જ ન હોય. રિલાયન્સ પરિવાર સાથે જોડાયેલા આ બન્ને પિતા-પુત્ર મહાનુભાવોએ ભગવાન દ્વારકાધીશની સેવામાં યાત્રિકલક્ષી, વહીવટલક્ષી, પૂજારી પરિવાર માટે સેવાલક્ષી અનેક ઉમદા કાર્યો વર્ષોથી કર્યા છે અને વર્તમાનમાં પણ તેમનો સેવાક્રમ અવિરત રહ્યો છે.
દ્વારકાધીશજીના જગતમંદિરના શિખર ઉપર જ્યારે રોજની માત્ર બે થી ત્રણ ધ્વજાજીનું આરોહણ કરાવાતું હતું ત્યારે યાત્રિકોની શ્રદ્ધા અને ભક્તિનો ચિતાર રજૂ થયા પછી દ્વારકાધીશ મંદિરના શિખર પર વધુ ધ્વજાજીના આરોહણ માટે રાજ્ય સરકાર, દેવસ્થાન સમિતિ અને જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલન કરીને ધ્વજાજીના આરોહણની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે નિર્ણય કરાવી અને ગુગળી જ્ઞાતિ સાથે સંકલન કરી ધ્વાજજીના આરોહણની સંખ્યામાં વધારો કરાવવામાં આ બન્ને મહાનુભાવોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. વર્ષ ર૦રપ ના વર્ષમાં હવે રોજના છ ધ્વજાજીનું આરોહણ થાય છે.
જ્યારે ભક્તિની વાત કરીએ તો નથવાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સુવર્ણ છત્ર, કુંદનના જડાવ કુંડલ, ગડાના સુવર્ણ ગંઠા સહિતના સુવર્ણ અલંકારોની અનેક સેવાઓ અર્પણ કરી છે. ઉપરાંત ભગવાન શ્રી દ્વારકાધીશનું દેશ-દુનિયામાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધામાં વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને દ્વારકાધીશમાં ભક્તોની શ્રદ્ધામાં ઉમેરો થાય તેવા હેતુસર દ્વારકાધીશ મંદિર પરિસરમાં દિગ્ગજ કલાકારોના શ્રીજીના ચરણોમાં ભક્તિના રસથાળ કાર્યક્રમોના માધ્યમથી અર્પણ કર્યો છે. દ્વારકાધીશ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ, વહીવટી કચેરીનું પણ નિર્માણ કરવામાં નથવાણી પરિવારનો નોંધપાત્ર સિંહફાળો રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial