Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેકને રૂ.૫૦-૫૦ હજારનો દંડ ફટકારાયોઃ
જામનગર તા.૧ : જામનગરની કોલેજિયન યુવતીએ દસ વર્ષ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તેણીની લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ત્રણ શખ્સે તેણીના કરેલા શોષણના કારણે તેણી મરવા માટે મજબૂર બની હોવાનું જણાવાયું હતું. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા અદાલતે ત્રણ આરોપીને દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જામનગરમાં વસવાટ કરતા એક પરિવારની કોલેજમાં અભ્યાસ કરતી પુત્રી ગઈ તા.૧૬-૧૦-૨૦૧૪ની રાત્રે પોતાના ઘરના ફળીયામાં ઉલ્ટી કરતી હતી ત્યારે તેણીનો ભાઈ જોઈ જતા તેણે પિતાને જાણ કરી હતી અને તે પછી આ યુવતીને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તે યુવતીનંુ મૃત્યુ નિપજ્યું હતું. જેની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્યારપછી ઘેર આવેલા પિતાએ તે યુવતીના ઓરડામાં તપાસ કરતા ઓસીકા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તે યુવતીએ લખ્યું હતું કે, બાબુ દેવા કનારા, પરેશ ભાયાભાઈ હાપલીયા, અનિલ ભાયાભાઈ હાપલીયા નામના ત્રણ શખ્સના કારણે તેણી ઝેરી દવા પી રહી છે. બાબુ હું કહું તેમ નહીં કર તો બધાને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો અને અનિલ તથા પરેશ હાપલીયા તેણીના વીડિયો ઉતારી શોષણ કરતા હતા. તેનાથી કંટાળી જઈ આ યુવતીએ ઝેરી દવા પીધી હતી.
ઉપરોક્ત બાબતે પોલીસે આઈપીસી ૩૭૬, ૩૦૬, ૩૨૩, ૩૫૪ (સી), ૧૧૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં એડી. ડિસ્ટ્રીક્ટ જજ વી.પી. અગ્રવાલે આરોપી બાબુ દેવા કનારા, પરેશ ભાયા, અનિલ ભાયાને તકસીરવાન ઠરાવી દસ-દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ આ યુવતીની માતાને ચૂકવવા આદેશ કરાયો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial