Advertisement
Author: નોબત સમાચાર

પરવાનેદારોને હથિયારો પોલીસ સ્ટેશનોમાં જમા કરાવી દેવા ફરમાનઃ જાહેરનામુ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને

ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામા આગામી સમયમાં યોજાનાર સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ૪-ભરાણા, ખંભાળીયા તાલુકા પંચાયત તથા ૧૩-જુવાનપુર, કલ્યાણપુર તા. પં.ની પેટા ચૂંટણીઓને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા્ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના) એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-૭ માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.

આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ / કર્મચારીઓ, બેંકના રક્ષણ માટે બેંકના મેનેજર હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને, માન્યતા ધરાવતી સિકયોરીટી તેમજ એજન્સીઓના ગનમેન, મોટા ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/ નિગમની સલામતી માટે જે સંચાલક જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના મુખ્ય સંચાલક/મહંત/પૂજારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોય તેઓને લાગુ પડશે નહી. ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સંબંધિત પરવાનેદારની રહેશે. આ આદેશોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh