Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારણ-ગઢવી જ્ઞાતિ અંગે અપમાનજક પ્રવચનથી ચારણ-ગઢવી સમાજમાં ઉગ્ર રોષ
ખંભાળીયા તા. ૧૬ઃ સૌરાષ્ટ્રના તળાજા ગામમાં દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાં અગ્રણી ગીગાભાઈ ભમ્મર દ્વારા ભાષણમાં ચારણ-ગઢવી જ્ઞાતિ વિષે અપમાનજનક ભાષણ કરતા સમગ્ર સૌરાષ્ટ્રના ચારણ-ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે તથા ગામે-ગામે આવેદનપત્ર તથા પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૃ થઈ છે.
ગીગાભાઈ દ્વારા પ્રચનમાં ચારણ ગઢવી જ્ઞાતિને લૂંટારી કહીને ભાઈઓ સગાને જુદા કરી નાખે તેવી જાતના ગણાવીને તેમની માતા દિકરી સિવાય કોઈના વખાણ કરે નહીં તથા તમને નોખા પાડીને પથારી ફેરવી દે તેવા ચારણનો વિશ્વાસ નહીં કરવાની વાત કરતા ચારણ સમાજ લાલઘૂમ થઈ ગયો હતો.
ચારણ સમાજ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાન જનક ટીપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાદ સામે ખતરા રૃપ હોય ધાર્મિક તથા સમૂદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલ આ ભાષણ સોશ્યલ મિડીયામાં આકરી પ્રતિક્રિઓ સાથે વાયરલ થયું છે.
ખંભાળીયા ચારણ ગઢવી સમાજના આગેવાન પરબતભાઈ ગઢવીએ જણાવેલ કે આ ગીગાભાઈના અપમાનજક ઉશ્કેરણી જનક ભાષણનો વિરોધ કરવા આજે બપોરે સોનલ માતાજી મંદિર ખંભાળીયામાં ચારણ ગઢવી આગેવાનોની ખાસ બેઠક યોજાશે તથા સાંજે જિલ્લા કલકેટરને આવેદનપત્ર આપીને પગલા ભરવાની માંગ પણ કરાશે.
આ ભાષણથી ભારતીય દંડ સંહિતાની કલમ ૧પ૩ એ તથા પ૦૪નો ભંગ પણ થતો હોય પોલીસ ફરીયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial