Advertisement
Author: નોબત સમાચાર

ગઢકા ગામમાં સમુદાય સહાય કેન્દ્રનો પ્રારંભ

ગ્રામ પંચાયત અને કેઈર્ન ફાઉન્ડેશનના સંયુક્તક્રમે

ખંભાળીયા તા. ૧૬ઃ ગઢકા ગ્રામ પંચાયત અને કેઈર્ન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સમુદાય સહાય કેન્દ્રનો પ્રારંભ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામમાં કરવામાં આવ્યો હતો.

કેઈર્ન ઈન્ડિયાના સી.એસ.આર. મેનેજરશ્રી ઉમાકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ સમુદાય સહાય કેન્દ્રમાં સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અન્ય ઓનલાઈન સેવાઓનો લાભ ગઢકાના ગ્રામજનોને મળશે. તેમજ તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમારે સી.એસ.આર. કામગીરી વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતાં તથા સમુદાય સહાય કેન્દ્રનો ગામ લોકોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢકા ગામના સરપંચ અરવિંદભાઈ પરમાર, તલાટી કમ મંત્રી કૌશિક ગોજીયા, પે સેન્ટર આચાર્ય માલદેભાઈ કંડોરિયાએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh