Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ.ટી. ટ્રિબ્યુનલે આપી મોટી રાહતઃ
નવી દિલ્હી તા. ૧૬ઃ આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસના બેંક એકાઉન્ટ પરથી ફ્રીઝ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસ આ મામલાને આઈટી ટ્રિબ્યુનલમાં લઈ ગઈ હતી.
આઈટી ટ્રિબ્યુનલ તરફથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસના તમામ ખાતામાંથી ફ્રીઝ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસ આ મામલાને આઈટી ટ્રિબ્યુનલમાં લઈ ગઈ હતી. આ કેસની આગામી સુનાવણી બુધવારે થશે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી રૃા. ર૧૦ કરોડની રિકવરી માંગી છે.
કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પહેલા જાણી જોઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ આપણા સામાન્ય કાર્યકરોના પૈસા છે. ખાતાઓ ફ્રીઝ થવાને કારણે પૈસા ન તો આવતા હતાં કે ન તો જતા હતાં. ભાજપ દેશમાં એક પક્ષની વ્યવસ્થા લાવવા માંગે છે. આથી ચૂંટણી પહેલા આવી કાર્યવાહી કરવામાં આવી હતી.
પાર્ટીના નેતા વિવેક તંખાએ કહ્યું કે, કોંગ્રેસના ખાતા પરનો પ્રતિબંધ બુધવાર સુધી હટાવી દેવામાં આવ્યો છે. તંખાએ કહ્યું કે મેં હમણાં જ દિલ્હીમાં આઈટીએટી બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પણ રજૂ કર્યો છે. અમે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
તંખાએ કહ્યું કે, કોર્ટે અમારી વાત સાંભળી. અમે કહ્યું કે અમારી પાસે તથ્યો છે અને અમને અપ્રમાણસર સજા થઈ શકે નહીં. તંખાએ કહ્યું કે અમે મેરિટ પર ચર્ચા કરવા માંગીએ છીએ કે અમારા પર ૧૧પ કરોડનો ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial