Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાંદલનગરમાં વસવાટ કરતા યુવાને ભર્યું પગલુંઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના એક યુવાનને પંદરેક દિવસથી જમ્યા પછી ઉલ્ટી થતા કંટાળેલા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.
જામનગરના રાંદલનગર વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે વસવાટ કરતા જાડેજા રાજદીપસિંહ ભૂપતસિંહ (ઉ.વ.ર૧) નામના યુવાનને છેલ્લા પંદરેક દિવસથી જમ્યા પછી તરત જ ઉલ્ટી થતી હતી.
આ બીમારી માટે સારવાર લેવાનું શરૃ કરાયા પછી પણ ઉલ્ટીઓ થતી રહેતી હોય રાજદીપસિંહ કંટાળી ગયા હતા. તેઓએ બુધવારની રાત્રિથી ગુરૃવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં સાડી વડે ગાળીયો બનાવી પંખામાં પરોવી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા ભૂપતસિંહ હરીસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ કે.એન. જાડેજાએ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial