Advertisement
Author: નોબત સમાચાર

જી. જી. હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે બનશે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ

૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિટી સેવાઓ માટે, ૫૦૦ માતૃ-બાળ કલ્યાણ માટે

જામનગર તા. ૧૬ઃ જામનગર જી. જી. હોસ્પિ. પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. નિર્માણ પામનાર નવીન હોસ્પિટલ જામનગર ઉપરાંત પડોશી જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.

નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી ક્લિનીક, એડોલસંટ ક્લિનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષો જૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૧ થી ૨૩ માં ૧૪.૭૦ લાખ દર્દીઓએ સારવાર મેળવી.૨૪.૩૯ લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા . ૧૭,૩૦૭ સફળ પ્રસુતિ થઈ. ૧૮૭૨૭ મેજર અને ૩૫૫૬૫ માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh