Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆતો પછી ઉચ્ચ તંત્રો થયા સક્રિયઃ
દ્વારકા તા. ૧૬ઃ દ્વારકા-શિવરાજપુર બીચ પર ટૂંક સમયમાં વોટર સ્પોર્ટસના નિયમો બનશે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વોટર સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટ ભારત સરકારની ગોવાની સંસ્થાને સાથે જોડાશે. ગુજરાત રાજ્ય સરકાર અને રાજ્યનું પ્રવાસન વિભાગ માળખું ગોઠવી રહી છે.
રાજ્ય-દેશ અને વિશ્વ વિખ્યાત થયેલા શિવરાજપુર બીચ ઉપર થતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટી જેમ કે સ્કુબા ડાઈવીંગ, પેસ સેઈલીંગ, બોટીંગ, જેટ સ્કી અને પેરા ગલાઈડીંગ જેવી રાઈડ્સના કોઈ નિયમો અને લાયસન્સ પ્રથા સમગ્ર ગુજરાતમાં બનાવવામાં આવતા ન હોય જેને લઈને થતી અનેક વિધ મુશ્કેલીના અંતરાયો દૂર કરવા માટે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા નિયમો બનાવવા અને લાયસન્સ પ્રથા અમલમાં લાવવાની દિશા તરફ આગળ વધી રહી હોવાના સંકેતો સાંપડી રહ્યા છે.
કેન્દ્ર સરકારએ શિવરાજપુર બીચને આગામી ઓળખ આપી વિશ્વ સ્તરે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા અને દ્વારકા વિસ્તારના સમુદ્ર કિનારાને વિક્સાવવા માટે શિવરાજપુરને બ્લુ ફ્લેગનું પ્રમાણ પત્ર મેળવી હજારો કરોડો રૃપિયાના ખર્ચે વિશેષ સુવિધાઓ તથા જાળવણી કરી રહી છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિકો અને શિવરાજપુર બીચ તથા દ્વારકાના સમુદ્ર કિનારે વોટર સ્પોર્ટસ પ્રવૃત્તિઓ શરૃ કરતા હજારો લોકોને રોજીરોટી મળી રહી છે, પરંતુ આવી પ્રવૃત્તિઓ ચલાવવા માટે રાજ્ય અને પ્રવાસન વિભાગ દ્વારા કોઈ નિયમો ન હોય, જેથી વારંવાર સરકારીની જિલ્લા કક્ષાની વહીવટી તંત્રની કચેરીઓ દ્વારા પ્રવૃત્તિઓને બાધ આવે છે જેથી આ બાબતે ધારાસભ્ય પબુભા માણેકે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
જેને લઈને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગે વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિઓને નિયમબદ્ધ બનાવવા એક ખાસ નિષ્ણાતોની કમિટી બનાવીને હાલમાં ગોવામાં ભારત સરકાર સંચાલિત ગોવા વોટર સ્પોર્ટસ ઈન્સ્ટિટ્યુટને સાથે રાખીને આગળ વધી રહી છે. જેથી ટૂંક સમયમાં જ આ પ્રવૃત્તિને કાયદેસર નિયમો સાથે લાગુ કરવામાં આવશે અને આ પ્રકારની વ્યવસ્થા સંભાળતા રાજ્યોને સપોટ મળી રહેશે અને કાયદાકીય ગુંચનો અંત આવશે.
શિવરાજપુર બીચ ઉપર રૃા. એક કરોડ સુધીની પેરા ગ્લાઈડીંગની બોટ જેવી સુવિધા ઉપલબ્ધ છે
દ્વારકાના શિવરાજપુર બીચ રોજના પાંચ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વોટર સ્પોર્ટસ પ્રવૃત્તિઓને વેગ આપવા દ્વારકા વિસ્તારના અનેક બિઝનેસમેનોએ મેળવીને પોતાના ખર્ચે રોકાણ કરીને પ્રવાસીઓ દરિયાઈ બીચની મોજમજા માણી શકે અને કુદરતી પ્રકૃતિનો અહેવાસ મેળવીને આનંદ સાથે પ્રભાવિત થાય તેવા વોટર સ્પોર્ટસની વ્યવસ્થા થઈ છે જેમ કે પેરાગ્લાઈડીંગ માટે સંપૂર્ણ સુવિધા તથા સુરક્ષા સાથેની બોટ પણ હાલ ઉપલબ્ધ છે.
ધારાસભ્યની રજૂઆત
ગુજરાતના પ્રમુખ પ્રવાસન સ્થળો પૈકીના એક અને બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે વિશ્વવિખ્યાત બનેલા દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે લાયસન્સ આપતી ઓથોરિટીની નિમણૂક કરવા સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, થોડા વર્ષ પહેલા જ બ્લ્યુ ફ્લેગ બીચની માન્યતા મળ્યા બાદ શિવરાજ૫ુર બીચમાં એક દાયકામાં ઉત્તરોતર પ્રવાસનલક્ષી સુવિધાઓ ઊભી કરવા વિકાસકાર્યો હાથ ધરાયા છે. જેમાં હાલમાં ચાલતા વિકાસકાર્યોમાં ફેઈઝ-૧ માં યાત્રિકલક્ષી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જ્યારે ફેઈઝ-ર તથા ફેઈઝ-૩ માં પણ પ્રવાસનલક્ષી સુવિધાઓ ઉપરાંત બીચ ડેવલોપમેન્ટ અને અન્ય વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે. તાજેતરમાં વડોદરાની દુર્ઘટના પછી કલેક્ટર દ્વારા શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટી બંધ કરાવી હોય જેના કારણે પ્રવાસીઓને આનંદ આપતી સુવિધાઓ બંધ થઈ છે. જેના કારણે ટુરિઝમને ફટકો પડવા સાથે સ્થાનિય રોજગારીને પણ વ્યાપક અસર પહોંચી છે. વર્ષે એકાદ કરોડ જેટલા ટુરિસ્ટની આવન જાવનવાળા શિવરાજપુર બીચ પર યાત્રિકલક્ષી જેટલી સુવિધા વધશે તેટલો સહેલાણીઓનો ફ્લો વધે તેમ હોય, અીં સત્વરે યાત્રિકોની સુવિધા કાજે ગોવાની તર્જ પર વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે લાયસન્સીંગ ઓથોરિટીની નિમણૂક કરવાથી અહીં વોટર સ્પોર્ટસ એક્ટિવિટી પુનઃ ધમધમતી થતા સહેલાણીઓનો ફલો વધે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial