Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શંભુ બોર્ડર પર એક ખેડૂતનું મૃત્યુ થયું હોવાના વાવડઃ વધતી જતી તંગદિલીઃ
નવી દિલ્હી તા. ૧૬ઃ ખેડૂતોના આંદોલન સંદર્ભે કેન્દ્ર સરકારની સાથે થયેલી વાટાઘાટો પછી ફરી રવિવારે બેઠક યોજાવાની છે. બીજી તરફ ભારત બંધની હરિયાણા-હિમાચલના કેટલાક વિસ્તારોમાં અસરો થઈ છે. એક ખેડૂતના મૃત્યુના અહેવાલ પછી આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંયુક્ત કિસાન મંચ દ્વારા આ૫વામાં આવેલા ભારત બંધની અસર હિમાચલ પ્રદેશના નાના શહેરોમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના તમામ જિલ્લા મથકો સહિત ૧૮ સ્થળોએ ખેડૂત મજૂરો આજે પ્રદર્શન કરી રહ્યા છે. શિમલામાં પંચાયત ભવનથી ડીસી ઓફિસ સુધી આક્રોશ રેલી કાઢવામાં આવશે. ઠિયોગ, નીરથ સહિતના ગ્રામીણ વિસ્તારોના ઘણાં બજારો બપોરે ૧ર વાગ્યા સુધી બંધ હતા.
ખેડૂતોના આ આંદોલનને ઉદ્યોગોના જોઈન્ટ ફ્રન્ટ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન પણ સમર્થન કરી રહ્યા છે. ભારતીય મજુર સંઘ ઉપરાંત અન્ય ૧૦ યુનિયનો પણ વિરોધમાં સામેલ છે. કેટલાક શહેરોમાં વેપારીઓએ પણ બંધના સમર્થનમાં પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
શંભુ બોર્ડર પર એક ખેડૂત જ્ઞાનસિંહનું મોત થયું હતું. તે ગુરદાસપુરના ચાચોકી ગામના રહેવાસી હતાં. ખેડૂતોના આંદોલનમાં આ પ્રથમ મોત છે. ગામના સરપંચ જગદીશસિંહ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતાં, જેના કારણે જ્ઞાનસિંહની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
જ્ઞાનસિંહ ૧૧ ફેબ્રુઆરીએ કિસાન મજૂર સંઘર્ષ સમિતિના એક જુથ સાથે શંભુ બોર્ડર ગયા હતાં. ૧૪ ફેબ્રુઆરીના ટીયર ગેસના શેલથી તેઓ ઘાયલ થયા હતાં. પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાએ પણ એક્સ પર જ્ઞાનસિંહ વિશે માહિતી આપી હતી. ખૈરાએ લખ્યું, એક તરફ ભાજપ સરકાર માંગણીઓ ઉકેલવા માટે કામ કરી રહી છે. ખેડૂતો નેતાઓ સાથે વાત કરી રહ્યા છે અને તે જ સમયે દિલ્હી પોલીસ ખેડૂતો સામે ટીયર ગેસના શેલ છોડવાના આદેશ આપી રહી છે.
હરિયાણાના રોહતકમાં આજે સવારે ભારત બંધની અસર જોવા મળી હતી. રોડવેઝની બસો ચક્કાજામ થઈ ગઈ છે. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડવેઝના કર્મચારીઓએ વહેલી સવારે બસ સ્ટેન્ડ પર રોડવેઝની બસોને અટકાવી દીધી હતી.
કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણીઓ પર સતત ચર્ચા કરી રહી છે. છેલ્લા ૯ દિવસમાં ત્રણ બેઠકો કરી છે. ૧૩ ફેબ્રુઆરીથી ખેડૂતોનું આંદોલન શરૃ થયું હતું. આ પહેલા બે બેઠકો થઈ હતી. ત્રીજી બેઠક ૧પ ફેબ્રુઆરીએ ચંડીગઢમાં યોજાઈ હતી. હવે આગામી બેઠક આગામી રવિવારે મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial