Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા

મોદીને ફરી પી.એમ. બનાવવાની નેમ સાથે

જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત કેસરીયો લહેરાય અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી નેમ સાથે કોંગ્રેસ આગેવાન સંજયસિંહ જાડેજા તેમના સંખ્યાબંધ ટેકેદારો સાથે અને આપના અગ્રણી પ્રદીપસિંહ જાડેજા તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રમુખ રમેશભાઈ મુંગરાએ તેમને કેસરીયો ખેસ પહેરાવ્યો હતો. આમ, કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે અને રાષ્ટ્રની વિકાસની યાત્રામાં સદભાગી થવા સંકલ્પબદ્ધ થયા છે.

આ પ્રસંગે ભાજપના મહામંત્રી દિલીપ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા અને અભિષેક પટવા, અગ્રણી જેઠાલાલ અઘેરા, ગાંડુભાઈ નંગરીયા, સંજયભાઈ ડાંગરીયા, છગનભાઈ સોરઠીયા, આંબાલાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જામનગર તાલુકા પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જિલ્લા મંત્રી કુમારપાલસિંહ રાણા પણ હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh