Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માસ્ટર કીનો ઉપયોગ કરી રૃમ ખોલી લેવાયોઃ
જામનગર તા. ૧૬ઃ જમ્મુથી દ્વારકા દર્શન માટે આવેલા એક પરિવારે દ્વારકાની જાણીતી હોટલમાં ઉતારો મેળવ્યા પછી તે રૃમમાં કિંમતી સામાન રાખી આ પરિવાર બેટ દ્વારકા ગયો હતો. તે દરમિયાન તેમના રૃમનો દરવાજો માસ્ટર કીથી ખોલી નાખી રૃા.૧,૮૬,૧૮૦ની મત્તા ચોરાઈ ગઈ છે. પોલીસે ગુન્હો નોંધી શરૃ કરેલી તપાસમાં આ હોટલના મહિલા સફાઈ કર્મચારી તેમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકામાં આવેલા જગત મંદિરે દર્શન માટે ગઈ તા.૭ના દિને જમ્મુથી નેહાબેન સુભાષ ભાઈ સૈની તથા તેમનો પરિવાર દ્વારકા આવ્યા હતા. આ પરિવારે તા.૯ સુધી દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી હોટલ વીટ્સમાં ઉતારો મેળવ્યો હતો.
આ પરિવારને રૃમ નં.૨૦૨ ફાળવવામાં આવ્યો હતો. તેમાં સામાન રાખ્યા પછી સૈની પરિવાર જગતમંદિર દર્શન કરી ફ્રી થઈને બેટ દ્વારકા જવા માટે તા.૯ની સવારે રવાના થયો હતો. આ વેળાએ હોટલમાં ફાળવાયેલા રૃમની ચાવી સૈની પરિવાર પાસે હતી અને રૃમમાં તે પરિવારનો કિંમતી સામાન રાખી મુકવામાં આવ્યો હતો.
બેટ દ્વારકાથી જ્યારે નેહાબેન સહિતના વ્યક્તિઓ પરત ફર્યા તે દરમિયાન તેમના રૃમમાં રાખવામાં આવેલા સામાનમાંથી સોનાનો ચેન અને લોકેટ, કાનની બે બુટી, બે વીટી અને નેહાબેનના પર્સમાંથી રૃા.૨૦ હજાર રોકડા કોઈ વ્યક્તિ કાઢી ગયો હતો. પરત આવેલા પરિવારને ચોરીની જાણ થયા પછી દ્વારકા પોલીસને વાકેફ કરવામાં આવી છે. પોલીસે નેહાબેનની ફરિયાદ પરથી કુલ રૃા.૧,૮૬,૧૮૦ની મત્તા ચોરી જવા અંગે ગુન્હો નોંધ્યો છે. તેની શરૃ કરાયેલી તપાસમાં હોટલના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. જેમાં સફાઈ કામ કરવા આવતા મહિલા કર્મચારી અને અન્ય વ્યક્તિ જે ગ્રાહકે રૃમ ભાડે રાખ્યો હતો તે રૃમની ચાવી તે પરિવાર પાસે હોવા છતાં માસ્ટર કીનો ઉપયોગ કરી રૃમમાંથી દાગીના, રોકડની ચોરી કર્યાની વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial