Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મજૂર સેવા સંઘ અને સામાજિક કાર્યકરે કરી રજૂઆતઃ
જામનગર ૧૬ઃ સરકારે સેવાભાવથી ગામડાઓના મકાનોની જમીનો જે ૧૯પ૦ પહેલાના ગામ તળની હોય તેના માલિકો હક્ક આપવા શહેરોની માફક સિટી સર્વે દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી કરતા સર્વે વિભાગના કર્મચારીઓમાં સેવાભાવનાની અછત જોવા મળી રહી છે.
પ્રથમ મંત્રી દ્વારા સર્વે કરીને પછી સર્વેલિયર દ્વારા સ્થાનિકો માપણીમાં જે-તે ગામના મકાનવાળાઓને જાણ કરી નથી. માપણીમાં કેટલી જમીન છે? તેવા પ્રશ્નનો જવાબ અપાતો નથી, ખેડૂત કે અન્ય મકાનમાલિકનું નામ પૂછવામાં આવતું નથી. હવે હક્ક ચોક્સી થશે, પરંતુ તે પહેલા કોઈને વ્યક્તિગત જાણ કરવામાં આવી નથી.
ગામડાવાળા બધા જાણતા નથી. જાણે છે તે કહે છે કે, પ્રમોલગેશનમાં કઈ કિસ્સામાં સાચા માલિકનું નામ ન આવે, કે જે હૈયાત નથી, મૃતકના નામે પ્રમોલગેશન થાય તો શું? પછી ધક્કા ખાઈ વારસાઈની ઓનલાઈન અરજી, પેઢી આંબો સોગંદનામું વગેરે આપણા ખર્ચે કરવા દોડાદોડી કરવા હેરાન થવાનું બની શકે.
મજૂર સેવા સંઘ અને સામાજિક કાર્યકર હમીદ હાજી દેદા વગેરેએ કનસુમરા, લાખાબાવળ, નાઘેડી વગેરે ગામમાં ફરિયાદો મળી હતી. આથી સક્ષમ સત્તાવાળાઓને રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial