Advertisement
Author: નોબત સમાચાર

રૃા.ર લાખના ચેક પરતના કેસમાં નગરના વેપારીને બે વર્ષની કેદસજા

આરોપીએ બંધ ખાતાનો ચેક આપ્યાની દલીલ!

જામનગર તા. ૧૬ઃ જામનગરના એક વેપારીને પોતાની જરૃરિયાત માટે રૃા.૨ લાખ ઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેની ફરિયાદ થયા પછી અદાલતે આરોપી વેપારીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. આરોપીએ બંધ બેંક ખાતાનો ચેક આપ્યાની દલીલ કરવામાં આવી હતી.

જામનગરમાં સીઝોન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રા.લિ. નામની પેઢી ચલાવતા નીખિલ ભરતભાઈ ગોંદીયાને પોતાના વ્યવસાય માટે આર્થિક જરૃરિયાત ઉભી થતાં તેઓએ જયસુખગીરી ગોસ્વામી પાસેથી રૃા.૨ લાખ હાથઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરાતા એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફર્યાે હતો. તેથી નોટીસ પાઠવાઈ હતી. આમ છતાં બાકી લેણું ભરપાઈ કરવામાં ન આવતા જયસુખગીરીએ કોર્ટમાં નીખિલ ગોંદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીએ કોઈ રકમ લેવામાં આવી નથી, મિત્રતાનો સંબંધ નથી પરંતુ જયસુખગીરીના ભાઈ અને નીખિલ વચ્ચે વ્યાપારી વ્યવહાર હતો અને તેમાં ચેકનો દૂરઉપયોગ કરાયો છે, તેમના ભાઈ સીએ છે અને આરોપીના ધંધામાં ભાગીદાર પણ હતા તેવી દલીલ કરી હતી.

તે દલીલ સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી નીખિલ ભરતભાઈ ગોંદીયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh