Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા પોલીસમાં ડીટેઈન થયેલા વાહન છોડાવવા તાકીદ

અન્યથા પોલીસ દ્વારા થશે હરાજીઃ

જામનગર તા. ૧૬ઃ જોડિયા પોલીસે જુદા જુદા ગુન્હામાં કબજે કરેલા બાઈકથી માંડીને ટ્રક સુધીના ૫૭ વાહનો ધૂળખાતી હાલતમાં પડ્યા છે. તે વાહનો સાત દિવસમાં છોડાવી લેવા તેના માલિકોને સૂચન કરાયું છે અને પછી તે વાહન હરાજીમાં વેચાણ કરી નાખવાની ચીમકી અપાઈ છે.

જોડિયાના પોલીસ મથકમાં જુદા જુદા ગુન્હામાં તેમજ એમવી એક્ટ હેઠળ ટ્રક, રિક્ષા, મોટરસાયકલ, જીપ, મોટર સહિતના વાહનો પોલીસ દ્વારા કબજે કરીને રાખવામાં આવ્યા છે. તે કુલ ૫૭ વાહન તેના માલિકો લેવા આવ્યા નથી.

આ વાહનો હાલમાં ત્યાં જ પડ્યા છે. તેને સાત દિવસની અંદર જે તે વાહનના માલિકે પોલીસ મથકમાંથી છોડાવી લેવા સૂચના આપવામાં આવી છે. તે પછી બાકી રહેલા વાહનોની પોલીસ દ્વારા જાહેર હરાજી યોજવામાં આવશે અને તેમાંથી ઉપજેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. જે આસામીઓના વાહન જોડિયા પોલીસ મથકમાં ડીટેઈન થયા હોય તેઓએ તાત્કાલિક જોડિયા પોલીસનો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh