Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડો. સોમાત ચેતરિયાની વધુ એક સિદ્ધિ
ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયાના યુવા પર્વતારોહી ડોક્ટર સોમાત ચેતરીયાએ તાજેતરમાં અમેરિકાના એંકોકાગુવા શિખરને સર કરીને નવી સિદ્ધિ મેળવી છે.
દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા એન્ડીઝ પર્વત માળામાં તેનું સૌથી ઊંચુ શિખર એંકોકાગુવા છે જે ૬૯૬૧ મીટર રર૮૪૧ ફૂટ ઊંચુ છે તથા હિમાલયની ગીરીમાળાના એવરેસ્ટ પછી તે સૌથી ઊંચુ દુનિયાનું મનાય છે તે સર કર્યુ હતું.
દક્ષિણ અમેરિકાની એન્ડીઝ ગીરીમાળા દુનિયાની સૌથી લાંબી ગીરીમાળા છે, જે દક્ષિણ અમેરિકાના આર્જેન્ટીનાથી કોલંબીયા સુધી નવ હજાર કિ.મી. સુધી ફેલાયેલી વિશ્વની સૌથી લાંબી ગીરીમાળા છે. જેનું સૌથી ઊંચુ ગીરી શિખર એંકોકાગુવા છે, જે ડો. સોમાત ચેતરીયાએ સર કર્યુ તથા દ્વારકા જિલ્લા તથા આહિર સમાજને વિશ્વમાં ગૌરવ પ્રદાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ દોઢેક વર્ષ પહેલા જ ડો. ચેતરીયાએ ભારતમાં પહેલીવાર હાઈપોતીક સિસ્ટમનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજનમાં શરીર રહી શકે તેવું અનુરૃપ કરીને માત્ર ૧૩ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ તથા માઉન્ટ લાહોત્સે સર કરવાનો રેકોર્ડ સર્જયો હતો તથા ઘર બેઠા હાઈપોતીકની તાલીમ લઈને વિશ્વનું સૌથી ઊંચુ માઉન્ટ એવરેસ્ટ સર કર્યાનો રેકોર્ડ સર્જી ડો. સોમાત ચેતરીયાએ વધુ એક સિદ્ધિ મેળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial