Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા
જામનગર તા. ૧૬ઃ રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધ. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારી અર્થે એક મોડલ ટેસ્ટનું આયોજન જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧૦ માટે ગણિત અને ધો. ૧ર માટે નામાના મૂળતત્ત્વ જેની પેપર સ્ટાઈલ આવનારી પરીક્ષાઓના પ્રશ્નપત્ર અનુસાર એટલે કે આવનારા દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવા જશે, ત્યારે તેમને થોડું સરળ લાગશે.
આ ટેસ્ટના પેપર દરમિયાન વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે, શરૃઆતની ૧પ મિનિટ એટલે કે જ્યારે ક્વેશ્ચન પેપર આપે ત્યારથી લઈ અને જે પેપર રીડ કરવાનો સમય ૧પ મિનિટનો મળે છે, એ દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં લઈ અને સરળતાપૂર્વક પ્રશ્નો પેપરમાં જેટલું આવડતું હોય એ શરૃઆતની કલાકોમાં લખી લેવું, જેથી પૂરતા સમયમાં એ જવાબ લખી લેવું. જેથી તેને પૂરતા માર્ક મળી રહે. એ ઉપરાંત પ્રશ્ન પેપરમાં કોઈપણ પ્રકારના લખાણ લખવા નહીં. ઉત્તરવાહિનીમાં કેવી રીતે વિગત ભરવી વધારાને પુરવણીનો ટોટલ કેવી રીતે કરવો, તેને કેવી રીતે દોરાથી બાંધવી, જેવી નજીવી બાબતોનો પરિચય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો.
આ મોડલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે જેકુરબેન સોની કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી મનમોહનભાઈ સોની, શાસક પક્ષના નેતા અને જામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ આશિષભાઈ જોષી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેટરો ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતિયા, ધિરેનભાઈ મોનાણી, કેતનભાઈ ગોસરાણી, પૂર્વ કોર્પોરેટર સરિતાબેન ઠાકર, મહિલા બ્રહ્મ અગ્રણી ડિમ્પલબેન મહેતા, જામનગર પત્રકાર મંડળના સેક્રેટરી જગતભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયદીપભાઈ અગ્રણી, મિલનભાઈ બોડા તથા જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી મનિષાબેન સુંબળ, જામનગર મહિલા પાંખના મહામંત્રી શ્રીમતી વૈશાલીબેન જોષી, એન.આર.પી. બ્રહ્મસમાજ ઘટકના પ્રમુખ હિરેનભાઈ કનૈયા, બ્રહ્મદેવ સમાજના નિલેશભાઈ પંડ્યા, જાણીતા ધારાશાસ્ત્રી ચૈતાલીબેન ભટ્ટ વગેરેએ હાજરી આપી હતી.
આ ટેસ્ટની પૂર્વ તૈયારી માટે યસ ક્લાસીસ અલ્પેશભાઈ ત્રિવેદી અને તેમની સાથે રણજીતનર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ સુનિલભાઈ ખેતિયા, કલ્પેશભાઈ જોષી, એન.ડી. ત્રિવેદી, પંકજભાઈ ઠાકર, ભૂપેશભાઈ ઉપાધ્યાય, હરિશભાઈ પંડ્યા, હરિશભાઈ મહેતા, મનોજભાઈ જોષી, લલિતભાઈ જોષી, જીગ્નેશભાઈ રાવલએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી આયોજન મુજબ આ ટેસ્ટ પરિપૂર્ણ કરાવી હતી.
એ ઉપરાંત જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના જીતુભાઈ લાલ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાને પત્રો લખ્યા હતાં. તેમ સંસ્થાના મહામંત્રી ચિરાગભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial