Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના ૪૩ ગામોમાં હજી સુધી એકપણ વખત સર્વે નથી કરવામાં અવ્યોઃ ધારાસભ્ય હેમંત ખવા

પીએમ આવાસ યોજનામાં

જામનગર તા. ૧૬ઃ હાલ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર રોજ નવા-નવા તાઈફાઓ કરી પ્રજાના પૈસા વેડફી રહી છે ત્યારે ગત તારીખ ૧૦ ફેબ્રુઆરીના સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર આવાસ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ સરકાર દ્વારા વર્ષ ર૦ર૪ સુધીમાં દરેકને પોતાનું ઘરનું ઘરનો નારો પણ આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા જુદી જ છે, અગાઉ જે સર્વે થયેલ છે તે એસઈસીસી ડેટા ર૦૧૧ મુજબ થયેલ છે અને વર્ષ-ર૦૧૯ થી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સર્વે જ કરવામાં આવ્યું નથી.

જામનગર જીલ્લામાં ગત તા. ૧૦ ફેબ્રુઆરીના ધ્રોલ જામનગર અને લાલપુરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ખરેખર એક ચૂંટણી ઢંઢેરાથી વિશેષ કઈ જ નથી. આ ત્રણ જગ્યા પર યોજાયેલ કાર્યક્રમમાં અંદાજીત ૪પ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાની ૬૯ ગ્રામ પંચાયતો પૈકી-૪૩ ગામો એવા છે કે જ્યાં હજુ સુધી એક પણ વખત સર્વે કરવામાં આવેલ જ નથી. એટલે કે જામજોધપુર તાલુકાના પ૦ ટકા ઉપરના ગામોમાં હજુ સુધી એક પણ વખત સર્વે થયેલ જ નથી. ઉપરાંત અન્ય ગામોમાં થઈ કુલ લાભાર્થીઓની સંખ્યા-૧ર૭૧ હતી તે પૈકી માત્ર-૪૭૩ લાભાર્થીઓને વર્ષ ર૦૧૬ થઈ ર૦ર૩ સુધીમાં લાભ મળેલ છે બાકીના અન્યો ને જ્યારે નવો ટાર્ગેટ આવશે ત્યારે લાભ આપવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.

લાલપુર તાલુકાની વાત કરીએ તો ત્યા પણ પરિસ્થિતી કૈક આવી જ છે. જ્યાં એસઈસીસી ડેટા ર૦૧૧ મુજબ સર્વે થયેલ લાભાર્થીની સંખ્યા ૧પ૯૪ છે તેની સામે પાત્રતા ધરાવતા લાભાર્થીની સંખ્યા ૧૦૪પ છે તેમાંથી હજુ સુધી માત્ર પ૯પ લાભાર્થીઓને જ લાભ આપવામાં આવેલ છે એટલે કે માત્ર પ૦ ટકા લાભાર્થીઓ ઉપરાંત અન્ય લાભાર્થીઓને ક્યારે લાભ મળશે તે આવનારા વર્ષના ટાર્ગેટ પર આધારિત છે.

જામજોધપુર અને લાલપુર બંને તાલુકાના મળી ૧૦૬૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે ત્યારે તેમના આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં સરકાર બિનજરૃરી ખર્ચાઓ કરી તાઈફાઓ કરવામાં વ્યસ્ત છે. જ્યારે ર૦ર૪ની ચૂંટણી હવે ૩ મહિના જેટલો સમય પણ રહ્યો નથી ત્યારે સરકાર આ વર્ષમાં દરેકને પોતાનું ઘરનું ઘર આપી શકે એવા કોઈ એંધાણ દેખાતા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh