Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના એક આસામીએ જામજોધપુરના શખ્સ સામે રૃા.૩ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા રમેશ નાનજીભાઈ કણઝારીયા સાથે જામજોધપુરના રમેશ જે. રાવરાણીનો સંપર્ક થયા પછી ફાયનાન્સ એડવાઈઝર તરીકે કામ કરતા રમેશ રાવરાણીએ રૃા.૩ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે જુનાગઢમાં શાખા ધરાવતી ખાનગી બેંકનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી સહી ડિફરન્સના શેરા સાથે પરત આવ્યો હતો.
તે ચેક પરત ફર્યાની નોટીસ રમેશ કણઝારીયાએ આપ્યા પછી પણ બાકી નાણા નહીં ચૂકવાતા રમેશભાઈ કણઝારીયાએ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંેંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રમેશ રાવરાણીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ બે મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ દીપક બી. સોલંકી, ખુશાલ વિઠ્ઠલાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial