Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં આગામી તા.૧૮ અને રવિવારે રોગ નિદાન કેમ્પ યોજાશે

જામનગર તા. ૧૫ઃ ગિરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાવલ દ્વારા યોગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આગામી તા.૧૮ રવિવારે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ તથા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાત તબીબો સેવા આપશે જેમાં ડો. બેન્ની કાર્ડસો (ચામડી), ડો. સચિન મલ્લી (દાંતના રોગના નિષ્ણાત), ડો. ખુંટી (બાળકોના રોગના નિષ્ણાત), ડો. બિપીન મહિડા (કાન, નાક, ગળાના સર્જન) અને ડો. કરણ કેશવાલા (જનરલ મેડિસીન)નો સમાવેશ થાય છે. જ્યારે નેત્રયજ્ઞમાં ડો. ગરેજા સેવા આપશે અને જરૃરતમંદ દર્દીઓને નેત્રમણી બેસાડી આપવામાં આવશે.

જામરાવલની રણછોડદાસ ગોરધનદાસ હિંડોચા સરકારી હોસ્પિટલમાં આ કેમ્પો યોજવામાં આવ્યા છે.

દર્દીઓના નામ સ્થળ પર જ નોંધવામાં આવશે. વધુ વિગત માટે વિનોદભાઈ ગોકાણી (૯૪૨૭૨ ૫૯૧૦૮)નો સંપર્ક કરવાનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh