Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામરેજ પાસેથી એલસીબીએ દબોચી લીધોઃ તમામ મુદ્દામાલ રિકવરઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના દરેડ જીઆઈડીસીમાં એક પેઢીનો રૃા.૮૨ લાખ ઉપરાંતનો બ્રાસ વાલ્વનો સામાન ભરી રવાના થયેલો ટ્રક સુરત નજીકથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો. ટ્રકની કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા ડ્રાઈવર સામે ઉચાપતની ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં એલસીબીએ સુરત પાસેથી ડ્રાઈવરને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં ઈગલ કાર્ગાે યુનિટ ઓફ ઈગલ ટ્રેડલીંક્સ પ્રા.લિ. નામની મહારાષ્ટ્રના નાસિકની પેઢીમાં નોકરી કરતા તુષાર ગાગીયા નામના કર્મચારીએ થોડા દિવસ પહેલાં દરેડ જીઆઈડીસીમાં જ આવેલી ટોપ મેન્યુ ફ્રેક્ચરીંગ નામની પેઢીમાંથી બ્રાસના વાલ્વ અન્ય રાજ્યમાં પહોંચાડવાના હોવાથી જીજે-૧૦-ટીવાય ૭૭૪૩ નંબરનો પેઢીનો ટ્રક મોકલ્યો હતો.
ઉપરોક્ત કારખાનામાંથી વાલ્વના ૩૧૦ બોક્સ ભરી આપવામાં આવ્યા હતા. અંદાજે ૯૮૩૮ કિલો વજનના અને રૃા. ૮૨,૨૫,૭૮૦ સામાન ભરવા માટે ગયેલો ટ્રક તુષારની કંપનીએ આવ્યા પછી તે ટ્રક લઈને ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રવાના થયો હતો.
તે ટ્રક ગણતરીના દિવસો મુજબ નિયત સ્થળે નહીં પહોંચતા તુષારે તપાસ કરાવી હતી. જેમાં આ ટ્રક રેઢો અને ખાલી હાલતમાં સુરતના કામરેજ પાસેથી મળી આવતા જામનગરની પેઢીનો રૃા.૮૨ લાખ ઉપરાંતનો બ્રાસનો સામાન ઓળવી જવા અંગે ટ્રક ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.
આ કેસની તપાસ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે હાથ ધરી હતી અને તપાસમાં એલસીબીને પણ સાથે રહેવા એસપી પ્રેમસુખ ડેલુએ સૂચના આપી હતી. તેથી બંને સ્ટાફની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં એલસીબીના પીએસઆઈ આર.કે. કરમટા તથા તેમની સાથે તપાસમાં રહેલા સંજયસિંહ વાળા, દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, જ્યાંથી ખાલી હાલતમાં ટ્રક મળ્યો હતો ત્યાં ડ્રાઈવર મુદ્દામાલ સગેવગે કરવાની તજવીજ કરે છે તેથી એલસીબી ટીમ સુરતના કામરેજ નજીક ધસી ગઈ હતી જ્યાં લસકાણા પાસેથી ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ ઝાલા મળી આવ્યો હતો. તે શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા તેેણે લસકાણામાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે એક દુકાનમાં બ્રાસના સામાનના ૩૧૦ પેકેટ મૂકી રાખ્યાની કબૂલાત કરી છે.
જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા આ શખ્સને જામનગર ખસેડવામાં આવ્યો છે. તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. બ્રાસ વાલ્વનો સામાન, બે મોબાઈલ, રૃા.૧૮૬૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલસીબી તથા પંચકોશીબી ડિવિઝનનો સ્ટાફ સાથે રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial