Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે મેટ્રો કોર્ટમાં બન્નેએ હાજર રહેવું પડશેઃ
અમદાવાદ તા. ૧૬ઃ પીએમ મોદીની ડીગ્રીના મામલે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ-સંજયસિંહની અરજી ફગાવી દેતા હવે મેટ્રો કોર્ટમાં કેસ ચાલશે જ્યાં બન્ને નેતાને હાજર થવું પડશે. બન્ને નેતાઓએ સમન્સ રદ્ કરવા અને સ્ટે આપવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદને મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરૃદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં સેસન્સ કોર્ટે બન્નેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ્ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે બન્નેની અરજીને ફગાવી દીધી છે. હવે કેસ મેટ્રો કોર્ટમાં જ ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રીના વિવાદને લઈ ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ, વાંધાજનક અને યુનિવર્સિટીની છબિ ખરડાય તે પ્રકારના બદનક્ષીભર્યા નિવેદનો કરવાના પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરૃદ્ધ બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. આ નેતાઓ વિરૃદ્ધ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial