Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકો પર આવતીકાલે પણ બીએલઓ રહેશે હાજર

મતદાર સુધારણા ખાસ ઝુંબેશ હેઠળ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૩: મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકો પર શનિ-રવિવારે ખાસ ઝુંબેશ તમામ મતદાન મથક પર બી.એલ.ઓ. હાજર રહેશે. મતદારો ૧૮ જાન્યુઆરી સુધી સુધારા-વધારા માટે અરજી કરી શકશે.

ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૧-૧૨-૨૫ના પ્રસિદ્ધ થયેલા સુધારા કાર્યક્રમ અનુસાર મતદારો તા. ૧૮-૦૧-૨૬ સુધીના સમયગાળા દરમિયાન પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ સમયગાળામાં નવા નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નં. ૭ અને મતદાર યાદીની વિગતોમાં સુધારો કરવા માટે ફોર્મ નં. ૮ ભરી શકાશે. આ ઉપરાંત, 'નો મે૫ીંગ' કે તાર્કિક વિસંગતતા ધરાવતા મતદારો પણ આ સમય દરમિયાન પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.

આ કાર્યક્રમને વધુ વેગવંતો બનાવવા માટે તા. ૦૩-૦૧-૨૦૨૬ અને તા. ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર) ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બંને દિવસો દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર (બીએલઓ) પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો રૂબરૂ ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરી શકશે તેમજ નો મેપિંગ અને વિસંગતતા ધરાવતા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh