Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભુસ્તરશાસ્ત્રી કચેરીનો સપાટો
જામનગર તા. ૩: છેલ્લા બે દિવસમાં ભૂસ્તરશાસ્ત્રી જામનગરની સૂચનાથી જામનગર બાયપાસ પરથી સાદી રેતી અને બ્લેક્ટ્રેપ ખનીજ ના રોયલ્ટી પાસ વગર ગેર કાયદેસર વહન કરતા કુલ પાંચ ડમ્પર ઝડપી લેવાયા છે. અને નજીકના સ્ટોન ક્રસરમાં કસ્ટડી સોંપવામાં આવી છે. જામનગરની ભૂસ્તર શાસ્ત્રી કચેરી છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બની છે. અને ખનિજ ચોરી સામે કડક પગલાં લેવામાં આવી રહૃાા છે.જે અન્વયે છેલ્લા બે દિવસમાં ખનીજનું ગેરકાયદે વાહન કરતા રૂ।.દોઢ કરોડના વાહનો કબજે લેવાયા હતા
જેમાં વાહન નંબર- જીજે ૧૦ -ટીએક્સ -૫૬૨૯ વાહન માલીક - જય કન્સ્ટ્રક્શન - ખનિજ - બ્લેકટ્રેપ ), (૨) વાહન નંબર- જીજે - ૧૦-ટીવાય -૭૦૩૦, વાહન માલિક- ગૌરવભાઈ સુરેશભાઈ પુનાતર ખનિજ- સિલીકા સેન્ડ ) , વાહન નંબર - જીજે-૦૯-ઝેડ.-૨૬૩૫ , (વાહન માલિક- કલ્પેશભાઇ દયાલાલ કટેશીયા ખનિજ - સાદી રેતી ), વાહન નંબર - જીજે - ૧૦ ટીવાય -૨૨૭૫ (વાહન માલિક- પ્રકાશભાઈ અઘારીયા ખનિજ - સાદી રેતી) , અને વાહન નંબર - જીજે -૧૦-ટીવાય -૫૩૭૨ વાહન માલિક- પ્રકાશભાઈ અઘારીયા ખનિજ - સાદી રેતી), ના સમાવેશ થાય છે. આમ કુલ રૂ.દોઢ કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ કામગીરી સ્ટાફના નિખીલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial