Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુટલેગરને રોકવામાં પોલીસ નાકામ?:
ઓખા તા. ૩: ઓખામાં દારૂના ધમધોકાર ધંધાને લઈને અવારનવાર અહેવાલો પ્રગટ થતા હોય છે ત્યારે નવા વર્ષના પહેલાં જ દિવસે પોલીસની કામગીરી પર સવાલ ઉઠે એવી ઘટના સામે આવી છે. ઓખા શહેર ભાજપ મહામંત્રી રવિ વારાએ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે.
'ઓખો જગથી નોખો' જ્યાં પોલીસ બુટલેગરને રોકવામાં નાકામ એવી સુદર્શન બ્રિજ પર લોકોને ૩૧ ડિસેમ્બરના રોજ જતા રોકી રહી છે.
ઉપરોક્ત ફકરામાં રવિ વારાની પોસ્ટનું અક્ષરશઃ લખાણ છે. આમ શાસક પક્ષના જ આગેવાન અને સંગઠનમાં હોદ્દેદાર એવા નેતાએ જ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ખડો કરતા આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટમાં અન્ય બે સોશિયલ મીડિયા ન્યૂઝા અહેવાલના ફોટા પણ શેર કરવામાં આવ્યા છે જેમાં મહિલા બુટલેગરની પોલીસ સાથે સાંઠગાંઠ અને ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈની ખાતાકીય તપાસ થાય તો ઘરે બેસવાનો વારો આવે એ પ્રકારના સમાચારો પ્રગટ થયા છે. આમ, સમગ્ર ઘટનાક્રમથી ઓખામાં દારૂબંધીને તડીપાર કરવામાં આવી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે અને આ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અને સવાલ ઉઠાવનાર સત્તાપક્ષના જ આગેવાન હોય આ આરોપો વધુ ગંભીર અને સનસનાટીજનક બની જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial