Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગઈકાલે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યોઃ
જામનગર તા. ૩: ઉત્તર ભારતમાંથી આવતા હિમ સમાન ઠંડા અને તેજીલા વાયરાઓના પગલે સમગ્ર હાલાર પંથકમાં ટાઢોડું પ્રસરી જવા પામ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રી સુધી નીચે શરકીને સિઝનમાં પ્રથમ વખત ૧ર ડીગ્રીએ પહોંચી ગયો હતો, જના પગલે જામનગરમાં ગઈકાલનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ બની ગયો હતો. કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તે માટે પ્રજાજનો ગરમ વસ્ત્રોમાં ઢબુરાય ગયા છે.
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હાલ હિમવર્ષાનો દોર શરૂ થયો છે, જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં અથવા માઈનસમાં ચાલ્યો ગયો છે. પર્વતિય પ્રદેશોમાં સામાન્ય દિવસોમાં પણ જીવન નિર્વાહમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમાંય હાલમાં થઈ રહેલી બરફવર્ષા અને ગતિમાન પવનના પગલે લોકોની હાડમારીમાં વધારો થયો છે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનના પગલે હરિયાણાથી લઈને ગુજરાત સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગરમાં શનિવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનનો પારો બે ડીગ્રીના ઘટાડા સાથે સિઝનમાં પ્રથમ વખત ૧ર ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે નગરમાં ગઈકાલનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાંથી આવતા હિમ જેવા ઠંડા અને તેજીલા વાયરાઓના કારણે સમગ્ર હાલાર પંથકમાં ટાઢોડું પ્રસરી ગયું છે. સાંજથી જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી અને રાતથી વહેલી સવાર સુધી ગ્રામ્ય અને નગરસિમ વિસ્તારો તથા ધોરીમાર્ગો પર તિવ્ર ઠંડી અનુભવાઈ હતી.
ઠંડી સામે રક્ષણ મળે તે માટે હાલારવાસીઓ ગરમ કપડામાં ઢબુરાઈ ગયા છે. પ્રજાજનોએ રાત્રે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને લોકો કામ સબબ બહાર ગયા હતાં તેઓએ કામ વહેલુ આટોપીને ઘર તરફ પ્રયાણ કર્યું હતું. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસકલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૭૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial