Advertisement
Author: નોબત સમાચાર

અંબાજીમાં શરૂ થયું ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ૫૪મું અધિવેશનઃ ૩૫૦૦ શાળાના આચાર્યો સામેલ

રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

પાલનપુર તા. ૩: પાલનપુરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધિવેશનમાં ૩૫૦૦ જેટલી શાળાઓના આચાર્ય પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

યાત્રાધામ અંબાજીમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ૫૪માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો ભવ્ય રીતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના ૩૫૦૦થી વધુ આચાર્યનું વિશાળ પ્રતિનિધિમંડળ અંબાજીમાં ઉપસ્થિત થયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અંબાજીમાં પ્રભારી મંત્રીમાં કમલેશ પટેલ મૉં અંબાના દર્શન કરીને અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહૃાા હતા.

અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે. શિક્ષક અને આચાર્ય કોઈપણ રાષ્ટ્રના વિકાસના પાયાના સ્તંભ છે. આચાર્ય વિદ્યાર્થી તથા દેશના પથદર્શક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર એ વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને મૂલ્યોના સંચારમાં આચાર્યશ્રીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માટે સૌથી વધુ રક્તબોટલો એકત્ર કરવામાં આવતાં આચાર્ય સંઘને વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય આચાર્ય સંઘના નિવૃત્ત થનારા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ આચાર્ય રાજ્ય પારિતોષિક અંતર્ગત કુલ ૩ આચાર્યો તેમજ રાજ્યની શ્રેષ્ઠ ૨ શાળાને સન્માનિત કરવામાં આવી હતી. આ અધિવેશનમાં આચાર્ય સંઘના અધ્યક્ષ જે.પી. પટેલ, પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, સતીશભાઈ પટેલ, ધવલસિંહ ઝાલા, હર્ષદભાઈ પટેલ, શંકરસિંહ રાણા, દિગ્વિજયસિંહ જાડેજા તેમજ રાજ્ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખો, વિવિધ મંડળોના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં આચાર્યો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh