Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાનુશાળી સમાજ તથા ભક્તોની લાગણીને ઠેસ પહોંચીઃ
'છોટીકાશી' કહેવાતી ધર્મનગરી જામનગરમાં હવાઈચોક નજીક ભાનુશાળી વાડમાં ભાનુશાળી સમાજના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આવેલ છે તથા નજીકમાં જ શ્રી જડેશ્વર મહાદેવ અને શ્રી રામ મંદિર પણ આવેલ છે. આ દેવાલયો પાસેથી આજે સવારે શરાબની ખાલી બોટલો મળતા ભક્તોની લાગણી દુભાઈ હતી. કોઈ અસામાજિક તત્ત્વ વહેલી સવારે મંદિરો બહાર આ બોટલો ફેંકી ગયું હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. સમગ્ર ઘટનાક્રમથી ભાનુશાળી સમાજ તથા મંદિરે આવતા દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આ દુષ્કૃત્ય કરનાર અસામાજિક તત્ત્વને શોધી પોલીસ કાર્યવાહી કરે એવી માગ ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial