Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુપીઆઈથી પેમેન્ટ થઈ શકે તેવી સુવિધા કાર્યરતઃ
જામનગર તા. ૩: ગાંધીનગર સ્થિત સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા રાજ્યભરમાં કોઈપણ વાહનચાલકને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પ્રાપ્ત થતાં ઈ-ચલણના દંડની રકમ ભરપાઈ કરી આપવા માટે નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જામનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વન નેશન વન ચલણ (ઓએનઓસી) પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોને ઈસ્યુ કરવામાં આવે છે. તે ઈ-ચલણ ભરવા માટે જે તે વાહનચાલકો દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે રૂબરૂ આવવું પડે છે અથવા તેઓ ઈ-ચલણ પરિવહનની વેબસાઈટમાં જઈને ઓન લાઈન પેમેન્ટ કરી રહ્યા છે.
ઈ-ચલણ ભરવાની થોડી જટિલ એવી આ પ્રક્રિયામાંથી સરળતા આપવા માટે ગાંધીનગરની સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા ગૂગલ પે- ફોન-પે, ભીમ જેવી યુપીઆઈ એપ સાથે સંકલન કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી ઈ-ચલણ મેળવનાર વાહનચાલક તે ચલણ ઈસ્યુ થયાના ૯૦ દિવસમાં યુપીઆઈના માધ્યમથી દંડ ભરપાઈ કરી શકશે.
તે માટે જે તે યુપીઆઈના સર્ચબારમાં ગુજરાત ઈ-ચલણ અથવા સ્ટેટ ટ્રાફિક બ્રાંચ સર્ચ કર્યા પછી વાહન નંબર દાખલ કરવાના રહેશે અને તેની સાથે જ પેન્ડીંગ ચલણની વિગતો દેખાશે તેને સીલેક્ટ કરીને પીન નાખ્યા પછી ઈ-ચલણ ભરાઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial