Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમઃ જ્ઞાતિ સમૂહભોજન, મહારાસ સાથે સન્માન સમારોહ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, દાતાઓની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

 જામનગરના આંગણે લેઉવા પટેલ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ સમા મહારાસ, સન્માન સમારોહ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઇ વેકરીયા, કમલેશભાઈ પટેલ, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ તથા દિવ્યેશભાઇ અકબરી સહીત રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને દાતાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમસ્ત લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજમાં જ્ઞાતિની એકતા અને ગૌરવના પ્રતીક સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક વારસો, સામાજિક સન્માન અને જ્ઞાતિ સમૂહ ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે, જેમાં અંદાજે ૫૦,૦૦૦ જેટલા જ્ઞાતિ બંધુઓ એક સાથે ભોજન પ્રસાદ લેશે અને એકતાની શક્તિના દર્શન કરાવશે. કાર્યક્રમની વિગતો આપતા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા એ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રસંગની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ ૩/૧/૨૦૨૬ના જામનગર લેઉવા પટેલ સમાજમાં ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજની સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદ, મુખ્ય કાર્યક્રમ તારીખ ૪/૧/૨૦૨૬ ના સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન યોજાશે. આ ગરિમાપૂર્ણ અવસરે દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે,  આ ભવ્ય આયોજન દરમિયાન સમાજનું ગૌરવ વધારનાર નવનિયુક્ત મંત્રીઓ અને સમાજમા ઉદાર હાથે ફાળો આપનાર દાતાશ્રીઓનો વિશેષ સન્માન સમારોહ યોજાશે. સમાજની ઉન્નતિમાં પાયાનંં યોગદાન આપનાર વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ૫૦,૦૦૦ જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહૃાા છે. જ્યારે સમસ્ત સમૂહ જ્ઞાતિ ભોજનમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને મંત્રી અશોકભાઈ પટેલ દ્વારા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોને તમામ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમૂહભોજન માટે ૧૧૦થી વધુ રસોયાની ટીમ તથા સ્વયંસેવકો છેલ્લા ૩૬ કલાકથી જહેમત ઉઠાવી રહ્યા છે અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh